////

ગુજરાતનું એક એવુ પણ ગામ જ્યાં દૂધ મળે છે મફત, જાણો કેમ

આજકાલ ઓનલાઇનની ખરીદી વચ્ચે હવે મોલમાં પણ વસ્તુઓ એક સાથે એક ફ્રી માં મળતી હોય છે. આ ઉપરાંત ઘણા લોકો પોતાની પ્રોડક્ટનુ વહેંચાણ વધુ થાય તે માટે કોઈ પણ વસ્તુ ફ્રી માં આપતા હોય છે. પણ શું તમે એવું સાંભળ્યું છે કે લોકો પોતાની પ્રોડક્ટ જ મફતમાં આપી દે કોઇ પણ સ્વાર્થ વિના. નહિ ને. પણ હા એક જગ્યાએ એવું થાય છે. આ જગ્યાએ લોકો મફતમાં દૂધ આપે છે. હા, તમે જે વાંચ્યુ તે વાત સાચી છે.

આ ગામ એવુ છે કે જ્યાં લોકોને દુધ પૈસા આપીને ખરીદવુ પડતુ નથી. કચ્છના ધોકડા ગામમાં કોઈને દૂધના બિલની ક્યારેય ચિંતા રહેતી નથી, કારણ કે આ ગામમાં દૂધ, દહીં, છાસ ફ્રી માં મળે છે. 5000ની વસ્તી ધરાવતા માંડવીના ધોકડા ગામે જે લોકો પાસે દુધાળા ઢોર છે તેનું દૂધ તે લોકો વેહેંચતા નથી, પણ પોતાના અને આસપાસના ગામના લોકોને ફ્રી માં આપી દે છે.

આજથી 500 વર્ષ પહેલા મુસ્લિમ પીર સયદનાએ ગામ લોકોને કહ્યું હતું કે ગામમાં શાંતિ અને સુખ જળવાઈ રહે તેના માટે કોઈએ દૂધ વહેંચવાનું નથી. ગામના સૌ કોઈ તેમના આ વચનનું પાલન આજે પણ કરી રહ્યા છે અને ગામમાં આવેલી પીર સાયદનની દરગાહને માનની નજરે જુએ છે. ગાય, ભેંસ ધરાવતા કુટુંબો વધારાનું દૂધ ગામમાં જેની પાસે દુધાળા પ્રાણી નથી તે લોકોને ફ્રી માં આપી દે છે. ઘરમાં ઉપયોગ કરવા દહીં, છાસ પણ પૈસા લીધા વગર બીજાને આપી દે છે. તેમ છતાં દૂધ વધેલું હોય તો તે આજુ બાજુના ગામના લોકોને આપી દે છે.

આવી જ માહિતી જાણવા માટે અમારું પેજ જરૂર લાઈક અને શેર કરજો. હા એ પણ અહીં કહુ છુ કે તેનો પણ કોઇ ચાર્જ નથી નિ:શુલ્ક છે. તો લાઈક એન્ડ શેર તો બનતા હી હે બોસ.

Leave a Reply

Your email address will not be published.