//

ગુજરાતમાં એક એવું પણ ગામ છે કે જ્યાં 207 વર્ષથી નથી પ્રગટાવતી હોળી

ભારતનાં દરેક દેશોમાં હોળીના પર્વની ઉજવણી થાય છે. પરંતુ ગુજરાતમાં એક એવુ પણ ગામ આવેલુ છે જયાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં રામસણ ગામમાં હોળીની ઉજવણી થતી નથી. વર્ષોથી હોળી ન પ્રગટાવવાની પરંપરા ગામમાં અકબંધ છે. આ ગામમાં લગભગ ૧૦હજારની વસ્તી છે. ગામમાં ઇતિહાસમાં છેલ્લે ૨૦૭ વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ તે સમયમાં અચાનક ગામમાં આગ લાગી હતી. ભીષણ આગમાં ગામના ઘરો બળીને ખાખ થઇ ગયા હતાં. ત્યારથી ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.

ગામના લોકોની માન્યતા છે કે, આ ગામના રાજાએ સાધુ-સંતોનું અપમાન કર્યુ હતું. જેથી તેમણે ક્રોપાયમાન થઇને શ્રાપ આપ્યો હતો કે હોળીના પર્વ પર ગામમાં આગ લાગશે અને તબાહી સર્જાશે. જેને લઇને હોળીના દિવસે ગામમાં આગ લાગી હતી અને શ્રાપ મુજબ તબાહી સર્જી હતી. તેનાં કેટલાક વર્ષો બાદ પણ જયારે ગ્રામજનોએ હોળી પ્રગટાવી ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. અને કેટલાક ઘરો બળીને ખાખ થયા હતો. જેથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. પરંતુ ગામના લોકા હોળીના દિવસ ેગામમાં ભેગા થઇને બેસે છે તેમજ ગ્રામજનો એકબીજાને પ્રસાદની પહેંચણી કરે છે. 

Leave a Reply

Your email address will not be published.