////

દેશમાં આવતા અઠવાડિયે વેક્સીનને લઇને મળી શકે છે સારા સમાચાર

વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાયા બાદ લોકો વેક્સીનની રાહ જોઇ રહ્યાં છે. આ વચ્ચે મળતી માહિતી મુજબ ભારત સરકાર દ્વારા આવતા અઠવાડિયા સુધીમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી શકે છે. આ મંજૂરી પહેલા અધિકારીઓએ સ્થાનિક નિર્માણ કરતી સીરમ ઇન્સ્ટીટયૂટ પાસેથી કેટલીક જાણકારી માગી હતી, જેના પર હાલ મંત્રણા કરવામાં આવી રહી છે.

ભારત જો બ્રિટિશ દવા નિર્માતા ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકાની કોરોના વેક્સીનને લીલીઝંડી આપી દે છે તો આ વેક્સીનના ઉપયોગને ઇમર્જન્સી મંજૂરી આપનારા પ્રથમ દેશ બની જશે. કારણ કે બ્રિટિશ દવા નિયામક હાલમાં પણ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકની વેક્સીનનો લઇને પરીક્ષણ કરી રહ્યાં છે.

ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન બનાવનારો દેશ છે, જે આવતા મહીને પોતાના નાગરિકોને વેક્સીન આપવાનું શરુ કરવા અંગે વિચારી રહ્યું છે. ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા સિવાય ફાઇઝર ઇંક અને સ્થાનિક કંપની ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવેલી વેક્સીનના ઇમરર્જન્સી ઉપયોગને લઇને ભારત સરકાર વિચાર કરી રહી છે.

દુનિયાની સૌથી વધારે જનસંખ્યાવાળા દેશમાં સૌથી વધારે સંક્રમણ દરની વચ્ચે કોરોના વેક્સીન પ્રાપ્ત કરવી પણ મહામારી સામેની લડાઇમાં એક મોટુ પગલું હશે. ખાસ વાત તો એ છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાનું કોરોના વેક્સીન નિમ્ન-ઇન્કમવાળા દેશ અને ગર્મ જળવાયુવાળા દેશના લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સસ્તી છે અને પરિવહન માટે પણ આસાન છે. સામાન્ય ફ્રિજના તાપમાનમાં પણ લાંબા સમય સુધી તેને રાખી શકાય છે.

ભારતમાં ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સિનને મંજૂરી મળી શકે છે. સોમવારના રોજ એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ડેટા સોંપવામાં આવ્યો હતો. CDSCOની 9 ડિસેમ્બરની બેઠકમાં ડેટા માંગ્યો હતો.

મળતી માહિતી મુજબ ભારતીય આરોગ્ય અધિકારીઓ બ્રિટીશ સરકારના સંપર્કમાં છે. ટૂંક સમયમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનની મંજૂરી મળશે. આગામી 28થી 30 ડિસેમ્બર સુધીમાં વેક્સિનને મંજૂરી મળી શકે છે. એસ્ટ્રાજેનેકા વેક્સિનનના 2 ડોઝ 90 ટકા સુધી અસરદાર છે.

ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સિનનું ઉત્પાદન થઇ રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને કંપની વેક્સીન બનાવી રહી છે. સીરમ એસ્ટ્રાજેનેકા રસીના 5 કરોડ ડોઝ તૈયાર કરી ચુક્યુ છે. જુલાઇ 2021 સુધીમાં 40 કરોડ ડોઝ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.

Leave a Reply

Your email address will not be published.