///

કોરોના કાળમાં પણ રાજ્યએ વિકાસની હરણફાળ સર્જી, વિદેશી રોકાણમાં જંગી વધારો નોંધાયો

કોરોના કાળમાં પણ ગુજરાતના ઉદ્યોગોનો વિકાસ સતત ચાલી જ રહ્યો છે. જેનો સંપુર્ણ શ્રેય મુખ્યપ્રધાન તેમજ ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગનાં ACS મનોજ દાસને જાય છે.

એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં ગુજરાતનાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ વિદેશી મુડીરોકાણ તે સમયે સમગ્ર દેશના રાજ્યોને મેળવેલા કુલ મુડીરોકાણનો દર 53 ટકા છે. કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ અવિરત પણે ચાલુ રાખ્યો છે અને મોખરાનું સ્થાન મેળવ્યું છે.

નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતનાં વિદેશી રોકાણોમાં 240 ટકા જંગી વધારો થયો છે, જે ભારતનાં કોઇ પણ રાજ્ય કરતા વધું છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન DPIIT તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ મહિનામાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મુડીરોકાણ મેળવ્યું છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (ASI) અનુસાર ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત ભારતનાં ઉત્પાદન 17.5 ટકાના હિસ્સા સાથે પહેલા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 23 ટકાથી પણ વધારેનો છે. જ્યારે ગુજરાતનાં વિવિધ પોર્ટ ભારતનાં 40 ટકા કાર્ગોનું વ્યવસ્થાપન કરે છે. જે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ સહિતની અલગ મહત્વની નીતિઓનાં કારણે તે શક્ય બન્યું છે. આંકડાઓ અનુસાર ઇન્ડસ્ટ્રીયલ આંટ્રેપ્રેન્યોર મેમોરેન્ડમ ફાઇ કરવામાં અને 2019માં નોંધાયેલા વાસ્તવિક રોકાણમાં ગુજરાત આજે પણ પ્રથમ સ્થાને યથાવત્ત છે.

Leave a Reply

Your email address will not be published.