કચ્છ જિલ્લાના ભચાઉ નજીક વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તિવ્રતા 4.1 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું.
મળતી માહિતી મુજબ, આજે રવિવારે સવારે ભચાઉમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આ ભૂકંપની અસર ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં વધારે અસર જોવા મળી હતી. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉથી 12 કિમી દૂર નોંધાયુ હતું. જો કે ભૂકંપના કારણે કોઇ જ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.