/

ગીર સોમનાથમાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા

રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં ભૂકંપને પગલે સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. એવામાં ગત 24 કલાકની અંદર ગીર સોમનાથમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા.

ગીરસોમનાથમાં શિયાળાની ઋતુ દરમિયાન આટલા આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે.

ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર 24 કલાકમાં કુલ 13 આંચકા નોંધાયા છે.

ગીર સોમનાથના તાલાલા, ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે. ત્યારે સતત આવી રહેલા આંચકોને પગલે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભૂકંપના આ આંચકા સતત ધરાને ધ્રુજાવી રહ્યાં હતા. ત્યારે 24 કલાકની અંદર 13 ભૂંકપના આંચકા આવતા લોકો હવે ઘરમાં રહે કે બહાર તેવો ભય ફેલાય ગયો છે.

Leave a Reply

Your email address will not be published.