વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 1 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 96 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,337 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 333 લોકોના મોત નિપજ્યા છે અને 25,709 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
India records 24,337 new COVID-19 cases, 25,709 recoveries, & 333 deaths in the last 24 hours, as per Health Ministry.
— ANI (@ANI) December 21, 2020
Total cases: 1,00,55,560
Total recoveries: 96,06,111
Active cases: 3,03,639
Death toll: 1,45,810 pic.twitter.com/Lik3CyBGqm
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 1,00,55,560 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 96,06,111 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 3,03,639 કેસ એક્ટિવ છે. જ્યારે કુલ 1,45,810
લોકોના આ મહામારીથી મોત નિપજ્યાં છે.