વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 97 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 92 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,398 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 414 લોકોના મોત નિપજ્યા છે અને 37,528 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
With 29,398 new #COVID19 infections, India's total cases rise to 97,96,770.
— ANI (@ANI) December 11, 2020
With 414 new deaths, toll mounts to 1,42,186 .Total active cases at 3,63,749
Total discharged cases at 92,90,834 with 37,528 new discharges in the last 24 hours pic.twitter.com/GEQpc3AkSv
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 97,96,770 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 92,90,834 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 3,63,749 કેસ એક્ટિવ છે.