વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 94 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 88 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
With 31,118 new #COVID19 infections, India's total cases rise to 94,62,810
— ANI (@ANI) December 1, 2020
With 482 new deaths, toll mounts to 1,37,621. Total active cases at 4,35,603
Total discharged cases at 88,89,585 with 41,985 new discharges in last 24 hrs pic.twitter.com/MaBuXqAmps
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31,118 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 482 લોકોના મોત નિપજ્યા છે અને 41,985 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 94,62,810 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 88,89,585 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 4,35,603 કેસ એક્ટિવ છે.