////

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 36,011 કેસ, 482 દર્દીના મોત

વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 96 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 91 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,011 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 482 લોકોના મોત નિપજ્યા છે અને 41,970 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 96,44,222 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 91,00,792 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 4,03,248 કેસ એક્ટિવ છે.

Leave a Reply

Your email address will not be published.