વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 91 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 85 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
With 44,059 new #COVID19 infections, India's total cases rise to 91,39,866.
— ANI (@ANI) November 23, 2020
With 511 new deaths, toll mounts to 1,33,738. Total active cases at 4,43,486
Total discharged cases at 85,62,642 with 41,024 new discharges in last 24 hrs. pic.twitter.com/kdBv3KmHbe
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,059 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 511 લોકોના મોત નિપજ્યા છે અને 41,024 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 91,39,866 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 85,62,642 લોકોએ કોરોનાને માત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 4,43,486 કેસ એક્ટિવ છે.