વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 86 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 80 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
With 47,905 new #COVID19 infections, India's total cases surge to 86,83,917. With 550 new deaths, toll mounts to 1,28,121
— ANI (@ANI) November 12, 2020
Total active cases are 4,89,294 after a decrease of 5,363 in the last 24 hrs.
Total cured cases are 80,66,502 with 52,718 new discharges in the last 24 hrs. pic.twitter.com/sHwZwqQcRU
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47,905 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 550 લોકોના મોત નિપજ્યા છે અને 52,718 દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.
આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 86,83,917 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 80,66,502 લોકોએ કોરોનાને માત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 4,89,294 કેસ એક્ટિવ છે.