////

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,648 કેસ, 563 ના મોત

વિશ્વ સહિત દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે તેવુ લાગે છે. તેમાં પણ જો આંકડા પર નજર કરવામાં આવે તો, અત્યાર સુધી કુલ 80 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 73 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,648 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 563 લોકોના મોત નિપજ્યા છે.

આમ, નવા કેસ આવતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 80,88,851 પર પહોંચી ચૂકી છે. જ્યારે દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં દેશમાં અત્યાર સુધી કુલ 73,73,375 લોકોએ કોરોનાને માત આપી છે. જેના પગલે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોરોનાના 5,94,386 કેસ એક્ટિવ છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 57,386 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. દેશમાં એક્ટિવ કેસમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9301 એક્ટિવ કેસો ઓછા થયા છે.

Leave a Reply

Your email address will not be published.