///

કોરોનાની સ્થિતિના પગલે સુરત શહેરમાં દરરોજ 20,000 કોરોના ટેસ્ટ થશે

સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસી છે. ત્યારે બીજી તરફ મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપાના અધિકારીઓ હવે રોડ પર ઉતરી વિવિધ બેનરો અને જાહેરાત વડે લોકોને જાગૃત કરી રહ્યા છે અને તકેદારી રાખવા અપીલ કરી રહ્યા છે.

આ વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કમિશનર બંછાનિધિ પાનીએ રિંગરોડ ખાતે આવેલી કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી.

તે દરમિયાન કમિશનરે લોકોને બેદરકારી ન રાખવા અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, હાલમાં સુરતના તમામ ઝોનમાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો જેમ બને તેમ વધુ ટેસ્ટીંગ કરાવે તેમજ જે લોકો બહારથી આવે તેઓ ખાસ ટેસ્ટીંગ કરાવે. આવનારા દિવસોમાં દરરોજ 20,000 ટેસ્ટિંગ હાથ ધરાશે. કોરોના ફેઝ 2 ખતરનાક હોવાથી લોકોએ એલર્ટ રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.