//

કોરોના વોરિયર્સના સંતાનો માટે સ્વાસ્થ્ય પ્રધાને કરી મહત્વની જાહેરાત

દેશમાં કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સ માટે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે બેચરલ ઓફ મેડિસિન એન્ડ બેચરલ ઓફ સર્જરી એટલે કે MBBSમાં કોરોના વોરિયર્સના સંતાનો માટે 5 સીટો રિઝર્વ રહેશે. સરકારી સમાચાર સેવા અનુસાર સ્વાસ્થ્ય પ્રધાને એવું પણ જણાવ્યું કે કયા લોકો કોરોના વોરિયર્સના દાયરામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને એવી જાહેરાત કરી છે કે મેડિકલ કોલેજમાં MBBS સીટોમાં 5 સીટ કોરોના વોરિયર્સના બાળકો માટે અનામત રહેશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, કોરોના વોરિયર એ છે જેઓ જમીન પર કામ કરનારા આશા વર્કર્સ અને હૉસ્પિટલમાં કામ કરનારી નર્સ કે ડૉક્ટર છે. તેમના સંતાનો માટે રાષ્ટ્રીય કોટામાં 5 સીટ અનામત રાખવામાં આવી છે. મેરિટના આધાર પર તેમનું નામાંકન કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્રીય પૂલ એમબીબીએસ/ બીડીએસ સીટો હેઠળ 2020-21 માટે વોર્ડ ઓફ કોવિડ વોરિયર્સના ઉમેદવારોની પસંદગી અને નામાંકન માટે નવી શ્રેણીને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ એ તમામ COVID યોદ્ધાઓ પ્રતિ અમારી પ્રતિબદ્ધતા છે જેઓએ નિઃસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી છે.

મળતી માહિતી મુજબ, શૈક્ષણિક વર્ગ 2020-21 માટે આ શ્રેણીના કેન્દ્રીય પૂલ MBBS / BDS સીટો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાને ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી.

તે દરમિયાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, તમે આ જીવલેણ વાયરસથી નાની-નાની તકેદારી જેવી કે સારી ગુણવત્તાના માસ્ક પહેરીને, સામાજિક અંતર રાખીને અને હાથની સફાઈનું ધ્યાન રાખીને પોતાની રક્ષા અને બીજાઓને પ્રેરિત કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.