મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક મોટી જાહેરાત કરી હતી. જેમાં ગીરનાર રોપ વે બાદ હવે ચોટિલા ડુંગર પર રોપ વે બનાવવાની જાહેરાત કરી હતી.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગિરનાર રોપ વે સફળતાપૂર્વક શરૂ થયા બાદ સરકાર ટૂંક સમયમાં ચોટિલા ડુંગર પર રોપ વે નો પ્રોજેક્ટ હાથ ધરશે. આ બાબત હાલમાં વિચારણાધીન છે. ચોટિલા પર રોપ વે શરૂ કરવામાં આવશે તો તેની સાથે આ સ્થળ ગુજરાતમાં રોપ વે ની સગવડ ધરાવતું ત્રીજું સ્થળ બની જશે. ઉલ્લેખનિય છે કે ગિરનાર રોપ વે નું વડાપ્રધાન દ્વારા તાજેતરમાં જ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.