/

આજથી RTGS સહિત બદલાઈ ગયા આ નિયમો

આજે મંગળવારથી એટલે કે 1 ડિસેમ્બર 2020થી આમ આદમીનાં જીવન સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. તેમાં આરટીજીએસ (RTGS), રેલવે અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા અનેક નિયમ સામેલ છે.

1 ડિેસમ્બર 2020થી બેંકો રૂપિયાની લેવડ દેવડ સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આરબીઆઈએ આરટીજીએસ અથવા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. 1 ડિેસમ્બર 2020થી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. ત્યારબાદ હવે આરજીટીએસ દ્વારા આખું વર્ષ 24 કલાક રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં આરટીજીએસ મહિનાના બીજા અને ચોથા શનિવાર છોડીને સપ્તાહના તમામ વર્કિંગ દિવસોમાં સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ઉપલબ્ધ રહે છે.

હવે 5 વર્ષ બાદ વીમાધારક પ્રીમિયનની રકમ પણ 50 ટકા ઘટી જશે. જેનો અર્થ એ થયો કે અડધી રકમની સાથે વીમાધારક પોલિસી ચાલુ રાખી શકશે.

1 ડિસેમ્બર 2020થી ભારતીય રેલવે અનેક નવી ટ્રેન ચલાવવા જઈ રહી છે. કોરોના કાળમાં રેલવે દ્વારા ઘણી વખત નવી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ જ ક્રમમાં 1 ડિેસેમ્બરથી કેટલીક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આ નવી ટ્રેનોમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બન્ને સામેલ છે. જણાવીએ કે, બન્ને ટ્રેનોને સામાન્ય ક્લાસ અંતર્ગત ચલાવવામાં આવશે. 01077/78 પુણે-જમ્મુતવી પુણે ઝેલમ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન દરરોજ ચલાવવામાં આવશે.

આ ઉપરાંત દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે અને કિંમતમાં ઘટાડો કે વધારો અથવા સ્થિર રાખવામાં આવે છે. 1 ડિસેમ્બર 2020ના રોજ પણ દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં સમીક્ષા કરવામાં આવી હતી. પંરતુ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહતો.

Leave a Reply

Your email address will not be published.