//

મહિલાઓને માસિક સમયસર ન આવવાના આ 5 કારણો જવાબદાર

મહિલાઓ માટે માસિકના દિવસો કોઇ મુસીબતથી ઓછા હોતા નથી. માસિક દરમિયાન કેટલીક મહિલાઓને ભારે દુખાવો સહન કરવો પડે છે. તો બીજી તરફ મહિલાઓ માટે માસિકનું ટાઇમ પર ન આવવું માથાનો દુખાવો બની જાય છે. ત્યારે માસિક સમયસર ન આવતાં ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીનો ડર સતાવવા લાગે છે. સાથે જ સ્ટ્રેસ અનુભવવા લાગે છે. ત્યારે એવી કેટલીક વાતો છે, જેના કારણે માસિક આવવામાં મોડું થઈ જતું હોય છે.

  • તણાવના કારણે માસિક પર અસર પડે છે. તણાવથી શરીરમાં GnRH નામના હોર્મોનની માત્રા ઓછી થઇ જાય છે. તેના કારણે માસિક ટાઇમ પર આવતા નથી. એટલા માટે જ મહિલાઓ પોતાને તણાવમુક્ત રાખે અને વધુ પ્રોબ્લમ થતાં ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરે.
  • આ ઉપરાંત મહિલાને શરદી, ઉધરસ, તાવ અથવા અન્ય કોઇ બિમારી ચપેટમાં લઇ લે છે તો પણ માસિક આવવામાં મોડું થાય છે, તો બીજી તરફ બિમારીથી બહાર નિકળતાં જ માસિક ટાઇમ પર આવવાનું શરૂ થઇ જાય છે.
  • કેટલાક મામલામાં જોવા મળ્યું છે કે, જેમ કે મહિલાઓની દિનચર્યામાં ફેરફાર થાય છે, તરત જ માસિક આવવામાં સમસ્યા થવા લાગે છે. પહેલાં જેવી દિનચર્યા પરત ફરતાં જ માસિક પણ પહેલાંની જેમ જ નિયમિત થઇ જાય છે.
  • તો કેટલીક મહિલાઓ માતા બનવા માંગતી નથી. તેના માટે તે બર્થ કંટ્રોલ પિલ્સ ખાઇ લે છે. આ પ્રકારની દવાઓ ખાવાથી માસિક અનિયમિત થઇ જાય છે. આ દવાઓથી માસિક અથવા તો બંધ થઇ જાય છે અથવા તો જલદી આવવા લાગે છે.
  • મહિલાઓ બાળકને દૂધ પિવડાવે તો પણ માસિક સમયસર આવવામાં સમસ્યા થાય છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, બાળકોને બ્રેસ્ટફીડિંગ કરાવવાનું બંધ કર્યા બાદ જ માસિક નિયમિત થઇ જાય છે.

મહત્વનું છે કે, મહિલાઓ માટે માસિકના દિવસો બહુ જ દુખદાયક હોય છે. માસિક દરમિયાન મહિલાને પેડુમાં દુખાવો, કમરમાં દુખાવો, પગનો દુખાવો જેવા તકલીફો સહન કરવી પડતી હોય છે. ત્યારે આ સમસ્યાથી છૂટકારો મેળવવા કેટલીક મહિલાઓ દવાઓનો સહારો લેતી હોય છે, ત્યારે આ દવાઓ તેમને આગળ જતા નુકસાન પહોંચાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published.