///

ભારતીય રેલ્વે સહિત આ કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ…

હાલમાં નવલી નવરાત્રિ ચાલી રહી છે. સાથે જ દિવીળી આવવાને થોડી જ દિવસો રહ્યાં છે. પરંતુ કોરોનાના કહેરને કારણે હાલ નવરાત્રિની ઉજવણીથી લોકોને વંચિત રહેવું પડે છે. કોરોનાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો સાથે જ લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે. આ સમયે ગત બુધવારે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી હતી. જેમાં મોદી સરકારે 30 લાખથી પણ વધુ કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની વાત કરી હતી. તેના દ્વારા લોકોને કુલ 3737 કરોડ રૂપિયા બોનસ મળશે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે, આ બોનસ કયા કર્મચારીઓને મળશે અને ક્યારે મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ભારતીય રેલવે, ડાક, રક્ષા, ઈપીએફઓ અને ઈએસઆઈસી સહિત અન્ય વ્યવસાયિક સંસ્થાઓના 16.97 લાખ નોન-ગેઝેટેડ (બિન-રાજપત્રિત) કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. તેનાથી સરકાર 2791 કરોડ રૂપિયાનો આર્થિક ભાર પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ બોનસ સીધા જ સરકારી કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર તરફથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કર્મચારીઓનું બોનસ એક સપ્તાહની અંદર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.