///

દિવાળી પર્વ નિમિત્તે બજારમાં આવેલા આ ફટાકડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા

દિવાળીના તહેવાર આવવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે બજારમાં ચાલુ વર્ષે ફટાકડાની અવનવી વેરાયટી જોવા મળી રહી છે. સાથે જ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો દિવાળીના પર્વની ઉજવણી કરવાના છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફટાકડા બજારમાં લોકોની ખરીદી શરૂ થતાં લાંબા સમય બાદ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બજારમાં અવનવા ફટાકડા જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પબજી ગન, રાફેલ, ડ્રોન, સેલ્ફી સ્ટીક અને ફ્લેશ લાઇટ ફટાકડા છે.

દિવાળીના પર્વને લઈને નાના મોટા સૌ કોઈ લોકો આતુર હોય છે અને તેમાં પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે લાંબા સમય બાદ લોકો કોઈ તહેવારની ઉજવણી કરી શકશે. આ પર્વ પર લોકો પોતાના ઘર આંગણે દીપ પ્રગટાવી, રંગોળી કરી, ફટાકડા ફોડી પર્વની ઉજવણી પરિવારજનો તેમજ મિત્રો સાથે કરતા હોય છે.

આ પર્વને લઈને હાલમાં ફટાકડા બજારમાં કંઈક અલગ જોવા મળ્યું છે. જેમાં રાફેલ રોકેટ, ડ્રોન, સેલ્ફી સ્ટીક, પબજી ગન અને ફ્લેશ લાઇટ ફટાકડા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ફટાકડાની પણ ખૂબ જ વધુ માંગ જોવા મળી રહી છે. રાફેલ લડાકુ વિમાન ભારતમાં લાવવામાં આવ્યા બાદ આજે ભારત વાસીઓમાં રાફેલ આકર્ષણનું કેન્દ્ર હોવાથી ખાસ બજારમાં રાફેલ ફટકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.