///

ગુજરાતના આ પાંચ પોલીસ અધિકારીઓનું સ્પેશ્યલ ઓપરેશન મેડલથી કરાશે સન્માન

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી હતી. 2020ના વર્ષ માટે વિવિધ દળ માટે ખાસ સુવિધા આપીને સિમાચિન્હ રૂપ કામગીરી કરનારા જવાનોને ગૃહમંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, રાજ્યના પાંચ પોલીસ અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે.

જેમાં ગુજરાતમાંથી DIG હિમાંશુ શુકલ, SP ઇમ્તિયાઝ શેખ, Dy.sp કનુભાઇ પટેલ, ઇન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા, SI કેતન ભુવાની એવોર્ડ માટે પસંદગી થઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ હથિયારી દળોને ખુબ જ વિશિષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉચ્ચ કોટીનાં બલિદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાંથી પોલીસ અધિકારી દ્વારા અલગ અલગ એન્ટ્રી મોકલવામાં આવે છે. જેમાંથી વિશિષ્ટ સેવા બદલ ખાસ જ્યુરી દ્વારા અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં તેમના અદમ્ય શોર્ય અને સાહસને બિરદાવવા માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.