///

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ અને સંવેદના સ્પર્શી નિર્ણય, આ લોકોને પુરાવા વગર મળશે કોરોના વેક્સિન

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સીએમ રૂપાણી દ્વારા વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ- અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 વેક્સિનેશન અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ વેક્સિનેશન કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,74,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,03,693 વ્યક્તિઓને બીજા ડોઝનું વેક્સિનેશન પુર્ણ થઇ ચુક્યું છે. ત્યારે આ પ્રકારે કુલ 38,78,186 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં વેક્સિનની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published.