////

અમેરિકાના આ બે દિગ્ગજ નેતા આવી રહ્યાં છે ભારતપ્રવાસે, કારણ જાણીને ચોંકી જશો

જાણવા મળતી માહિતી પ્રમાણે અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષા સચિવ માર્ક ટી એસ્પર આજે નવી દિલ્હી આવી રહ્યાં છે. અમેરિકાના આ બંને દિગ્ગજ નેતાઓ ભારતમાં 2+2 બેઠક મંત્રી સંવાદના ત્રીજી શ્રેણી માટે ભારતની રાજધાનીમાં આવી રહ્યા છે. મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે 2 પ્લસ 2 બેઠક થવાની છે. પૂર્વ લદાખમાં ચીનનું આક્રમક વલણ અને દક્ષિણ ચીન સાગરમાં વધતા હસ્તક્ષેપનો તોડ કાઢવા માટે તેઓ આવી રહ્યા હોવાનું કહેવાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ નવી દિલ્હીમાં વિદેશપ્રધાન એક જયશંકર અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહ સાથે થનારી આ બેઠક અનેક રીતે મહત્વની છે. આ બેઠકમાં ચીનના મુદ્દાનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સૈન્ય કરાર થશે. જે હેઠળ બંને દેશ બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ ફોર જિયોસ્પેશિયલ કોઓપરેશન (BECA) પર હસ્તાક્ષર કરશે.

પોમ્પિઓ અને એસ્પર પોતાના ભારતીય સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અમેરિકાના આ બે દિગ્ગજ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને પક્ષોની મુલાકાતથી રક્ષા સંબંધ પણ વધુ મજબૂત બનશે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત-અમેરિકા વચ્ચે રક્ષા સંબંધોમાં ખુબ તેજી આવી છે.

Leave a Reply

Your email address will not be published.