///

રાજનાથ સિંહે કહ્યું, PM મોદી ખેડૂતોનું કોઈપણ સંજોગોમાં અહિત થવા દેશે નહીં

આજે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જ્યંતિના અવસર પર રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ અવસર પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ખેડૂતોને ખેડૂત દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે પૂરી સંવેદનશીલતા સાથે વાતચીત કરી રહી છે.

આજે ખેડૂત દિવસ પર કેન્દ્રના વિવાદિત કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનનો 28મો દિવસ છે. ત્યારે આ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે, આજે ખેડૂત દિવસના અવસર પર દેશના તમામ અન્નદાતાઓનો અભિનંદન કરૂ છું. તેમને દેશને ખાદ્ય સુરક્ષાનું કવચ પ્રદાન કર્યું છે. કૃષિ કાનૂનોને લઈને કેટલાક ખેડૂત આંદોલન કરી રહ્યાં છે. સરકાર તેમના સાથે પૂરી રીતે સંવેદનશીલતા સાથે વાત કરી રહી છે. હું આશા કરૂ છું કે, તેઓ ઝડપી પોતાના આંદોલનને પરત લેશે.

રાજનાથ સિંહે કહ્યું કે, ચૌધરી ચરણ સિંહ ઈચ્છતા હતા કે, દેશમાં ખેડૂતોની આવક વધે, તેમના ઉપજના લાભકારી મૂલ્ય મળે અને ખેડૂતોનું માન સન્માન સુરક્ષિત રહે.

તેમણે વધુમાં કહ્યું કે, અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ ખેડૂતોના હિતમાં અનેક પગલાઓ ભરી રહ્યાં છીએ. ખેડૂતોનું તેઓ કોઈપણ સંજોગોમાં અહિત થવા દેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.