////

કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, હરિયાણાના સ્વાસ્થ્યપ્રધાને રસી મુકાવી

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનની ત્રીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ત્રીજા તબક્કાની ટ્રાયલમાં હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્યપ્રધાન અનિલ વીજે પણ વેક્સિન મૂકાવી છે. તેઓ આ ટ્રાયલ માટે પોતે વોલેન્ટિયર બન્યા. તેમણે રોહતક પીજીઆઈના ડોક્ટરોના સંરક્ષણમાં આ વેક્સિન મૂકાવી છે. ત્રીજા તબક્કા દરમિયાન 25800 લોકો પર ટ્રાયલ થવાની છે.

હરિયાણાના રોહતકમાં Covaxinના ત્રીજા તબક્કાની ટ્રાયલ શુક્રવારે શરૂ થઈ છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન અનિલ વીજે પહેલા વેક્સિન મૂકાવી છે. દેશમાં કુલ 25800 લોકો પર વેક્સિનની ટ્રાયલ થવાની છે. પીજીઆઈ રોહતકના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ શુક્રવારથી શરૂ થઈ. પહેલા 200 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી છે.

નોંધનીય છે કે, કોવિડ 19ની દેશી વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણ હેઠળ હરિયાણાના સ્વાસ્થ્ય પ્રધાન અનિલ વીજે સ્વેચ્છાએ આ વેક્સિનની ટ્રાયલ દરમિયાન વેક્સિન મૂકાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ભાજપના 67 વર્ષના દિગ્ગજ નેતાને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ તરીકે વેક્સિન મૂકવામાં આવી છે. વીજે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘પીજીઆઈ રોહતકના ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગની ટુકડીની નિગરાણીમાં મને આવતી કાલે સવારે 11 વાગે અંબાલા છાવણીી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની વેક્સિન કોવેક્સિનનો પરીક્ષણ ડોઝ આપવામાં આવશે. જે ભારત બાયોટેકનું ઉત્પાદન છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલ વીજ અંબાલા છાવણીથી ધારાસભ્ય છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, હરિયાણામાં 20 નવેમ્બરથી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ થશે. સાથે તેઓ આ પરીક્ષણ હેઠળ સૌથી પહેલા વેક્સિન મૂકાવવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.