///

રાજ્યમાં અહીં પ્લાસ્ટિકના ડબ્બામાંથી 13 શંકાસ્પદ ભૃણ મળી આવ્યા

મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતના વાયરલ વીડિયોની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામ પાસે અવાવરૂં જગ્યા પર પ્લાસ્ટિકના 13 જેટલા ડબ્બામાં ભૃણ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઇ સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. આ મામલે આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે, ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે એફએસએલની ટીમ બોલાવીને તમામ ભ્રૃણ અવશેષો એફએસએલની ટીમે કબ્જે કરી તેને તપાસ માટે મોકલી આપ્યા છે. તો પોલીસ પણ આ મામલે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગેરકાયદેસર રીતે ગર્ભપાતના મુદ્દાને લઈને ભારે ચકચાર મચી છે. તેવામાં સિદ્ધપુર તાલુકામાં પણ ભૃણના અવશેષો મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. સિદ્ધપુરના તાવડીયા રોડ પર 13 જેટલા માનવ ભૃણ અવશેષો પ્લાસ્ટિકના ડબ્બામાં કોઈ અજાણ્યો ઈસમ મૂકી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ઘટના સ્થળનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય સાથે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હતા. પ્લાસ્ટિકના ડબ્બામાં 13 જેટલા ભૃણ અવશેષો મળી આવ્યાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી.

13 જેટલા ભૃણ અવશેષો અવાવરું સ્થળ પર મળતા અનેક સવાલો ઉભા થાય છે કે, કોઈ પ્રસુતિ ગૃહ કે હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર ગર્ભપાત કરાયું હોય અથવા કોઈ હોસ્પિટલમાં ડિસ્પ્લે માટે મુકાયલ હોય અને તેનું ડિસ્પોજ સરકારના નિયમ પ્રમાણે કરવાને બદલે આ ભૃણ ફેંકાયા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો 13 જેટલા ભૃણ ફેંકાયલી હાલતમાં મળી આવતા સિદ્ધપુર તાલુકા આરોગ્ય તંત્ર સ્થળ પર પહોંચી અને તપાસ કરતા એક ડબ્બામાં બાલ ભૃણ અવશેષ જોવા મળ્યા હતા. તો અન્ય ડબ્બામાં પણ માનવ અવશેષ જોવા મળતા ચોક્કસ ખાતરી કરવા માટે એફએસએલને જાણ કરવામાં આવી છે.

સિદ્ધપુરના તાવડીયા ગામે પાણીના વોળાના અવાવરું જગ્યા પર 13 જેટલી પ્લાસ્ટિક બરણીમાં માનવ ભૃણ અને મેડિકલ વેસ્ટ પડેલા હોવાનું કાકોસી પોલીસ મથકે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ તકે પોલીસે તપાસ કરતા માનવ ભૃણ જોવા મળ્યું હતું. સાથે માનવ અંગો પ્લાસ્ટીક બરણીમાં જોવા મળતા આ બાબત હેલ્થ વિભાગને લાગતી હોય સ્થાનિક આરોગ્ય અધિકારીને બોલાવ્યા હતા. આ મામલે તપાસ માટે એફએસએલને બોલાવી કબ્જે લઇ અને તપાસમાં જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ કાર્યવાહી આગળ કરશે. હાલ જાણવા જોગ નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.