////

અમદાવાદીઓ આ વર્ષે થર્ટી ફર્સ્ટ નહી ઉજવી શકે, ઉજવણી કરશો તો…

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રી કરફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે. ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી. ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે.

તાજેતરમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી શહેરીજનોએ કરતા કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. સાથે વહીવટી તંત્ર દ્વારા સામે આવી રહેલા કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેને પગલે અમદાવાદમાં ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણી રાત્રી દરમિયાન નહીં કરવા આદેશ કરાયો છે. ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે એકઠા થશે તો પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશે તેવુ જાહેરનામું પણ બહાર પડાયુ છે. તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક વિના ફરતા પોલીસના હાથે પકડાઈ છે.

અગાઉ દિવાળી અને અન્ય તહેવાર જાહેરમાં નહિ ઉજવવા માટે પોલીસ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં અનેક બજારોમાં ભીડ એકઠી થતી હોવાથી સંક્રમણ વધ્યું હતું અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નહીં થતા પોલીસે પણ કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તેવામાં હવે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી રાત્રી દરમિયાન થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરી રાત્રી કરર્ફ્યુ દરમિયાન ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે. થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી રાત્રી કરર્ફ્યુ દરમિયાન ન થાય તે માટે અમદાવાદ પોલીસ તરફથી ડ્રિન્ક એન્ડ દ્રાઈવ માટે ડીકોઈ ટીમ પણ બનાવવામાં આવી છે. આ સાથે જ અમદાવાદની આસપાસના તમામ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ આઈડેન્ટીફાઈ કરી તેની પર નજર રાખી તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.