///

વડાપ્રધાને મિલ્કતની ખરીદી પર મહિલાઓને આપી આ મોટી ભેટ

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડાપ્રધાને મહિલાઓને મોટી ભેટ આપી છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકત ખરીદીમાં રાજ્ય સરકારે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્વનો આદેશ આપ્યો છે.

આ અંગે રાજ્યના મહેસૂલ વિભાગના જણાવ્યા પ્રમાણે, મહિલાઓ માટે રાજ્ય સરકારે અનેક વિધ સહાય યોજના અમલમાં મુકી છે અને અનેક લાભો પણ આપવામાં આવી રહ્યા છે. જેમાં વધારે એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન લેવા માટે મહિલાઓને પ્રાધાન્ય આપેલું છે. પરિવારની મહિલાની મિલ્કતની પ્રથમ ખરીદીમાં મિલકત ખરીદી દસ્તાવેજમાં રાજ્ય સરકાર દ્વારા વસૂલાતી સ્ટેમ્પ ડ્યુટીમાં હવે માત્ર 100ની સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ ચૂકવવાનો રહેશે.

રાજ્યમાં વડાપ્રધાન આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડ્યુટી માત્ર ટોકન જેવી 100 રૂપિયા વસુલવાનો નિર્ણય કરી તેની અમલવારી થાય તે માટેના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારનાં મહેસૂલ વિભાગનાં અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 પ્રકારનાં ફ્લેટનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં 30-40 ચો.મીની મર્યાદામાં એક રૂમ રસોડું, બે રૂમ રસોડાના ફ્લેટ તૈયાર કરી 3.50 લાખથી 6.50 લાખની કિંમતના ફ્લેટો લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે તે તમામની સરકારે નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજો નોંધાયા હતા. મહત્વનું એ છે કે, હવે સરકાર આ કેટેગરીમાં મહિલાઓને પણ પ્રાથમિકતા આપશે.

Leave a Reply

Your email address will not be published.