///

ભરૂચના આ ટાબરીયાએ KBCમાં જીત્યા 25 લાખ

ટીવી પર આવનારા ક્વિઝ શૉ કોન બનેગા કરોડપતિ-12માં આ અઠવાડિયુ બાળકો માટે સ્પેશ્યલ ક્વિઝ રાખવામાં આવી છે. સોમવારે શરૂ થયેલા આ ક્વિઝ શૉ માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સૌથી ઝડપી જવાબ આપવાનો હોય છે. જેમાં એક ગુજરાતી બાળકે બાજી મારી હતી. જી હા હોટસીટ પર ગુજરાતના ભરુચથી આવેલા અનમોલ શાસ્ત્રી સીલેક્ટ થયા હતાં.

જણાવી દઇ એ કે 14 વર્ષનો અનમોલ શાસ્ત્રી પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે અને વીડિયો ગેમ રમવાના શોખીન છે. પોતાના જ્ઞાનથી તેણે 25 લાખ પોઇન્ટ્સ જીતી લીધા હતાં. મહત્વનું છે કે 4 વર્ષ બાદ જ્યારે તે 18 વર્ષનો થઇ જશે ત્યારે તેને આ ધન રાશિ મળશે. ત્યાં સુધી તે ફિક્સ ડિપોઝીટમાં રહેશે. આ પહેલા તેને 50 લાખ પોઇન્ટનો સવાલ પુછવામાં આવ્યો હતો જેનો જવાબ તેને ખબર ન હોવાથી ગેમને ક્વિટ કરી લીધી હતી.

જુઓ શું હતો ગેમ ક્વિટ કરેલો એ સવાલ

એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વાર રન-આઉટ થનાર ખેલાડી કોણ છે

  • ઇંઝમામ-ઉલ-હક
  • રાહુલ દ્રવિડ
  • સચિન તેંડુલકર
  • સ્ટીવ વૉ

આ સવાલનો સાચો જવાબ સ્ટીવ વૉ હતો. જે અનમોલને ખબર ન હોવાથી તેને ગેમ ક્વિટ કરી લીધી હતી. મહત્વની જો વાત કરવામાં આવે તો અનમોલને યુનિવર્સ વિશે જાણવું ગમે છે. તે એસ્ટ્રોફિઝીસિસ્ટ બનવા માગે છે. ગેમની શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે જો તે કરોડપતિ બનશે તો તે એક ટેલિસ્કોપ ખરીદશે જેની મદદથી તે આકાશમાં તારા અને તારામંડળ જોઇ શકશે.

Leave a Reply

Your email address will not be published.