/

બેંગ્લોરના આ ડોક્ટરે શોધી કાઢ્યો કોરોનાનો ઈલાજ, જાણો શું છે

દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ તાંડવ મચાવી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 149 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે અને અત્યાર સુધીમાં ભારતમાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 800થી વધુ લોકો સંક્રમિત છે દુનિયાભરના વૈજ્ઞાનિકો વેક્સીન બનાવવામાં લાગી ગયા છે જ્યારે બેંગ્લોરના એક ડોકટરે દાવો કર્યો છે કે તેમણે કોરોનાથી બચવા વેક્સીન શોધી કાઢી છે. સમાચાર એજન્સી ANI અનુસાર બેંગ્લોરના ઓન્કોલોઝિસ્ટ વિશાલ રાવે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસથી બચવાનો ઉપચાર વિકસાવી લીધો છે તેમનો દાવો છે કે તેમણે વિકસાવેલો ઉપચાર આ અઠવાડિયાના અંત સુધી પરિક્ષણ માટે તૈયાર થઈ જશે.

ડોકટરે કહ્યું કે આ ઉપચાર વ્યક્તિના ઈમ્યૂનીટી સિસ્ટમને રીટ્રીગર કરશે જે SARS-COV-2 વાયરસથી પ્રભાવિત થઈ જાય છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોરોના વાયરસની વેક્સીન નથી પરંતુ આ કોરોનાથી પીડિત વ્યક્તિના ઈમ્યૂન સિસ્ટમને વધારનું કામ કરશે જેનાથી પીડિત કોરોના વાયરસ સામે મજબૂતીથી લડી શકે. સાથેજ તેમણે કહ્યું કે- અમે સાઈટોકિન્સ (CYTOKINES)નું નિર્માણ કર્યું છે જે કોવિડ-19થી પીડાતા લોકોનું ઈમ્યૂન સિસ્ટમ વધારવા માટે ઈંજેકશન દ્વારા આપવામાં આવશે.. જ્યારે આપણે પ્રારંભિક ચરણમાં છે ત્યારે આ અઠવાડિયાના અંતમાં સેટ તૈયાર થઈ જશે તેવી આશા છે.. ડોકટર રાવે કહ્યુ કે- અમે સંભવિત ઉપચારની વહેલી તકે સમિક્ષા કરી સરકારને આવેદન પણ પાછવ્યું છે. બેંગ્લોરના એન્કોલોજિસ્ટનું કહેવું છે કે- માનવ શરિરની કોશિકાઓ વાયરસને મારવા માટે ઈન્ટરફેરોન કેમિકલ રિલીઝ કરે છે..SARS-COV-2થી સંક્રમિત થયા બાદ કોશિકાઓની આ પ્રક્રિયા બેધ થઈ જાય છે જેનાથી ઈમ્યૂન સિસ્ટમ નબળી પડી જાય છે તેણે કહ્યું કે કોવિડ-19થી લડવા માટે ઈન્ટરફેરોન અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published.