/////

આ ખેડૂત ઓર્ગોનિક ખેતી કરીને કમાઈ છે લાખો રૂપિયાની કમાણી

જૂનાગઢ જિલ્લામાં આવેલા મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના ખેડૂત નવીનચંદભાઇ કરકર છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. જેમાં તેમણે ધાણા, જીરૂ, અળદ, તુવેર, ઘઉં, મગફળી સહિતના પાકમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. ઉપરાંત આ ખેતી કરીને તેમણે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ખેડૂત નવીનચંદભાઇએ જણાવ્યું કે, મારે 20 વિઘા જમીન છે. આ જમીનમાં સારૂ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર, દવાનો છંટકાવ કર્યો તેમ છતાં સારૂ ઉત્પાદન મળ્યું ન હતું. જેથી તેઓ જામકંડોરણા ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાયા હતા અને ત્યાંથી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવ્યું હતું. આથી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરી બમણી આવક મેળવી રહ્યો છું. ઉપરાંત તેમને ઓર્ગોનિક ખેતી માટેનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. આ પ્રમાણપત્રના આધારે તે કૃષિ મેળામાં સ્ટોલ ઉભો કરી પોતાના પાકોનું વેચાણ કરે છે.

આ ઉપરાંત કૃષિ મેળાથી લોકો સાથે સંપર્ક થયો હોવાને કારણે તેઓ ફોન પર પણ તેમના ધાણા, જીરૂનો પાવડર ગુજરાતના વિવિધ શહેરો સાથે મુંબઇ, દિલ્હી સહિતના રાજ્યમાં જથ્થાબંધ ભાવે મોકલી સારી એવી આવક મેળવી રહ્યા છે. તો જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી માટે ગાય, ભેંસ અને બળદ સહિતના પશુઓ રાખી ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.