/

કેસર કેરી વિશેનો આ રસપ્રદ ઈતિહાસ જાણી તમને સો ટકા આશ્ચર્ય થશે

ફળોમાં રાજા ગણાતી કેરીનું નામ સંભાળતા જ દરેકના મનમાં પાણી આવી જાય છે અને એમાંય ખાસ કરીને કેસર કેરીના નામથી સૌ કોઈ પરિચિત હોય જ પરંતુ કેસર કેરીનો ઇતિહાસ શું છે તે અત્યાર સુધી લગભગ તમે લોકોએ નહિ સાંભળ્યો હોય. તો આજે અમે તમને કેસર કેરીનો ઇતિહાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કેસર કેરીનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે.

થોડા જ સમયમાં કેરીની સિઝન શરૂ થવાની તૈયારીઓ છે. ત્યારે લોકો કેસર કેરીના નામથી તો માહિતગાર હશે જ, પરંતુ ગીરની કેસર કેરી ગુજરાત નહીં પણ સમગ્ર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. કેરી તો કેટલાય પ્રકારની આવે છે પરંતુ તેમાં કેસર કેરીની એક અનોખી ઓળખ છે. લોકો અન્ય કેરીઓ કરતા કેસર કેરીને વધુ પસંદ કરે છે કારણ કે તેની મીઠાશ ખૂબ સારી હોય છે આ તો થઈ કેસર કેરીની વાત પરંતુ હવે અમે તમને કેસર કેરીનો ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ.

કેસર કેરીનું નામ સૌપ્રથમ સાલેભાઈને આંબડી હતું. જાણીને આશ્ચર્ય થયું ને… પરંતુ જી હા સાલેભાઈની આંબડી.. કેસર કેરીનું ઉત્પત્તિ સ્થાન જુનાગઢ જિલ્લાના વંથલી કાંઠે આવેલ ઓજત નદીના કાંઠે ખેતરો છે જ્યાં ખેડૂતોના ખેતરમાં દરેક ફળ કરતાં અલગ ફળ દેખાયું હતું. જેથી ત્યાંના ખેડૂતોએ જૂનાગઢના રાજાના દિવાન સાલેભાઈને વાત કરી હતી અને 60 વર્ષ સુધી આ સાલેભાઈની આંબડીના નામથી કેરી ઓળખાતી હતી.

ત્યારબાદ જૂનાગઢના નવાબે તેમના ખેતીવાડી વિભાગના અધિકારી આઈગંરને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જેથી આઈગંર સાહેબે સાલેભાઈને મળી સમગ્ર હકીકતથી માહિતગાર થયા હતા. બાદમાં આઈગંર સાહેબે જૂનાગઢના ભવનાથમાં આવેલ લાલઢોરી, સક્કરબાગ, સરદાર બાગ સહિતના નવાબના હસ્તકના બાગોમાં 90 જેટલી કલમોનો વાવેતર કરાવ્યું હતું. જેમાંથી 75 કલમો ઊગી હતી બાદમાં આ કલમમાં આવેલ ફળો જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાને સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જેથી મહંમદખાન ત્રીજાએ પોતાના દરબારીઓ સમક્ષ કેરીના ફળને ચાખવા માટે રજૂ કર્યું હતું જેમાં સાલે ભાઈની આંબડી કરતાં પણ વધુ મીઠાશ લાગી હતી અને તેનો વધુ પડતો કેસરી કલર કેસર જેવો ફ્લેવર ઓછા રેસા હોવાથી જૂનાગઢના નવાબ મહંમદખાન ત્રીજાએ 25 મે 1934ના રોજ આ કેરીના ફળને કેસર કેરીનું નામ આપ્યું હતું. બાદમાં સૌરાષ્ટ્રના તમામ સ્ટેટમાં કેસર કેરીની કલમો મોકલાવી હતી અને શિવરાત્રિના મેળા દરમિયાન ખેડૂતોને કેસર કેરીની કલમોનું વિતરણ પણ કરી કેસર કેરીની જાતને પ્રખ્યાત કરી હતી.

હવે આ કેસર કેરીને કૃષિ યુનિવર્સિટીએ જીયોગ્રાફી ઇન્ડીકેશન પણ કરાવેલી છે તે એક પ્રકારની પેટન જેવી જ વ્યવસ્થા છે. જેથી તેને કાયદાકીય રક્ષણ મળી શકે. ગીર કેસર મેંગો નામે જીયોગ્રાફી ઇન્ડિકેટ કરાવવાથી તાલાળા કે ગીરની કેસર સિવાય કચ્છ કે વલસાડની કેરીને તાલાળાની કેરી તરીકે વેચવી એ પણ ગુનો બને છે. કેસર કેરી માટેનો લોગો. પણ બની ચુક્યો છે. કેસર કેરીના 185 GI નંબર અને લોગો બનાવાયો છે.

આમ લોકો કેસર કેરી ખાઈને એક અલગ જ સ્વાદની અનુભૂતિ કરતા હોય છે પરંતુ તેમાં કેસર કેરીનો ઇતિહાસ પણ તમારા સુધી લઈ આવ્યા છીએ તે છે ને રસપ્રદ ?? તો આમ કેસર કેરી ને જૂનાગઢના નવાબે નામકરણ કર્યા બાદ તેનું વાવેતર પણ વધુમાં વધુ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.