///

GTUની સેમેસ્ટર-3ની પરીક્ષાને લઈને કરાઈ આ મહત્વની જાહેરાત

ચાલુ વર્ષે કોરોના કહેરને કારણે પરીક્ષાઓ પર અસર પડી છે, તેને લઈને પરીક્ષાઓ મોડી યોજવામાં આવી છે. જેની અસર સીધી નવા શૈક્ષણિક સત્ર પર પણ જોવા મળી છે. ત્યારે હવે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા સેમેસ્ટર 3, 5 અને 7ની પરીક્ષા 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન મોડમાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ જાહેરાતની સાથે જ એન્જિનિયરીંગના સેમેસ્ટર 3ની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણયને કારણે વિવાદ સર્જાતા સેમેસ્ટર-3ની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય GTUએ કર્યો છે. હવે આ પરીક્ષા જાન્યુઆરીમા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગના સેમેસ્ટર-3માં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ હોવાથી પરીક્ષા યોજવાના નિર્ણયને લઈ કેટલાક સંચાલકો દ્વારા વિરોધ કરાયો હતો. ત્યારે આખરે એન્જિનીયરીંગ સેમેસ્ટર 3ની પરીક્ષા ડિસેમ્બર મહિનાના બદલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાન્યુઆરીમાં લેવાનો નિર્ણય GTU દ્વારા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, GTU એન્જીનીયરીંગની સેમેસ્ટર 3ની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવાશે. ડિગ્રી એન્જિનિયરીંગ સેમેસ્ટર 3માં પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોવાથી પરીક્ષા પાછી ઠેલવવામાં આવી છે. અગાઉ સેમિસ્ટર 3ની પરીક્ષા 1 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો હતો. હવે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા યોજાશે.

Leave a Reply

Your email address will not be published.