/

આ રીતે પડશે કમલનાથની સરકાર જુઓ આંકડાઓની રમત

મધ્યપ્રદેશ કોંગ્રેસમાં હાલમાં ભૂકંપ મચી ગયો છે. જેમાં સત્તાકીય ફેરફારો થવાના એંધાણો સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસનાં સિંધિયા હાલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા છે. જેથી સિંધીયા ગ્રુપનાં ૨૦ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યોએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. જેથી ૨૨ બેઠકોના ધારાસભ્યોએ કોંગ્રેસની પાર્ટીને અલવિંદા કરી દીધી છે. જેથી કોંગ્રેસની પાર્ટી મધ્યપ્રદેશમાં બહુમત માટે ૧૦૪ ધારાસભ્યોની સર્મથનની જરૃર પડશે. કોંગ્રેસે આ ૨૨ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભાની સીટ છે. જેમાં ૨ વિધાનસભાની સીટો ખાલી છે. કારણ કે ૨ ધારાસભ્યોનાં નિધન બાદ ખાલી પડેલી બે સીટો હોવાથી હાલનાં તબક્કે ૨૨૮ વિધાનસભાની સીટ છે. જેથી સરકાર બનાવવા માટેનો આંકડો ૧૧૫ રહ્યો છે.

કોંગ્રેસ -૪, અપક્ષ-૨, બીએસપી અને એક એસપી ધારાસભ્યનું સમર્થન મળયુ છે. જેથી કોંગ્રેસને કુલ ૧૨૧ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી જયારે ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો છે. સિંધીયા તેમજ તેના ૨૦ તેમજ અન્ય ૨ ધારાસભ્યો સહિત ૨૨ સભ્યોએ કોંગ્રેસને પડતી મૂકી છે. જેમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા બિસાહુ લાલ પણ સામેલ છે. જેથ્ી કોંગ્રેસ પાસે હાલના તબક્કે ૯૪ ધારાસભ્યો છે. અને ભાજપમાં કુલ ૧૦૭ ધારાસભ્યો છે. જો ધારાસભ્યોની ગણતરી કરવામાં આવે તો કોંગ્રેસની સામે ભાજપ અડીખમ છે. હાલમાં જો અપક્ષ, સપા અને બસપાના કુલ ૭ ધારાસભ્યો ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોના પડખે ઉભી રહેશે તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.