//

દિવાળીના પર્વ દરમિયાન કોરોનાના સંક્રમણથી આ રીતે બચો

દિવાળી આવી રહી છે, ત્યારે તેને લઈને હાલ બજારોમાં ભારે ભીડ ઉમટી પડી છે. સાથે જ લોકો કોરોનાને ભૂલીને ખરીદી કરવા માટે ઘણા વ્યસ્ત થઈ ગયા છે, ત્યારે પોલીસ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલો પણ કરી રહી છે અને જે લોકો માસ્ક વિના ફરી રહ્યા છે તે તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યાં છે.

હાલમાં રાજયમાં દિવાળીના તહેવારને લઈ ડોક્ટરો પણ રજા પર ઉતરી જતા હોય છે, પરતું આ વર્ષે દિવાળી દરમિયાન 40 ટકા ડોક્ટર્સ જ ઉપલબ્ધ રહેશે. હાલ લોકોએ તહેવારની સાથે ખાસ સોશિયલ ડીસ્ટન્સનું પણ પાલન કરવું પડશે. જો સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કનો અમલ નહીં કરવામાં આવે તો દિવાળી બગડી શકે છે. જો કે, લોકોને સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડીકલ એસોસિએશન અને ઈન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા ડોક્ટર્સ ટેલીફોનિક નિદાન કરે તેવું આયોજન કરાયું છે.

અમદાવાદ મેડીકલ એસોસિએશને લોકોને સલાહ આપી છે કે, કોરોના કાળમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કનો અમલ કરવામાં જરાપણ કચાશ રાખવામાં ન આવે તે જરુરી બની જાય છે. સાથે જ, ગરમી-ઠંડીની મિશ્ર ઋતુમાં ફરવા જવાની વૃત્તિ પર અંકુશ મેળવવામાં નહીં આવે તો કોરોનાના ભયથી દિવાળી બગડી શકે છે. આ દિવાળીએ આરોગ્યની સલામતી માટે થોડી સાવચેતી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં માસ્ક તેમજ સામાજિક દૂરીનું પાલન જરૂરી બની જાય છે. સાથે જ આ વસ્તુઓના પાલનથી કોરોનાનું સંક્રમણ પણ ફેલાતું નથી. તો બહાર ફરવા જતા પહેલા સામાજિક દૂરી તેમજ માસ્ક પહેરીને પોતાને કોરોનાથી દૂર જ રાખો.

Leave a Reply

Your email address will not be published.