કોરોના વાયરસનો કહેર પૂરી દુનિયામાં જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વેક્સીનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો દરેક વ્યક્તિને આપવામાં આવશે. તેઓએ હાલના સમયે બદલાઈ રહેલ પરિસ્થિતિ છતાં વિશ્વભરમાં ન્યૂ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે.
મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેવી રીતે લોકડાઉન લોકોનો જીવ બચાવવામાં કારગત નીવડ્યું છે. અર્થવ્યવસ્થા કેવી રીતે તેજીથી પાટા પર આવી ગઈ છે. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ હજુ પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને લઈને આશાવાદી છે.
આ ઉપરાંત ગ્લોબલ સપ્લાય ચેનમાં ચીનનો વિકલ્પ કેવી રીતે બનીશું, તો તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણો ઉદ્દેશ્ય કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે, જે અદ્વિતીય તક પ્રદાન કરી શકે છે.