/

લોકડાઉનને લઈ શાકભાજી લોકોને ઘરે બેઠા મળી રહે તે માટે અમદાવાદ કોર્પોરેશનની આ છે તૈયારી

કોરોનાના કપરા કાળ સામે લડવા અમદાવાદ મક્કમ બન્યું છે. લોકો ઘરથી બહાર શાકભાજી લેવા ના જાય તે માટે અમદાવાદ કોર્પોરેશન સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી શાકભાજી લોકોને વેચશે. Ucd વિભાગના કર્મચારી અને સ્માર્ટ સીટીની ઈ રીક્ષાઓ સંકલન કરી લોકોના ઘર સુધી પહોંચશે. મોટા ભાગના શાકભાજી માર્કેટમાં ભીડ થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

મહત્વની વાત છે કે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે તો સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.