/

કોરોનાને લઇ મહેસાણા પોલીસે આ શું કર્યું ?

કોરોના વાયરસના કહેરને જોઇને મહેસાણા જિલ્લામાં પોલીસકર્મીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓને કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાની સૂચના અપાઇ છે. સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મનિશ સિંહે આ અંગે જણાવ્યુ હતુ કે, મહેસાણા જિલ્લાના ૨૨૦૦ જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓની કોરોના વાયરસથી સંકમિત ના થાય તે માટે માસ્ક પહેરવાની સૂચના અપાઇ છે. એસપી ઓફિસ પોલીસકર્મીઓનાં માસ્કનો તમામ ખર્ચો ઉઠાવશે.

જેથી પૈસાની ચિંતા કર્યા વગર પોલીસકર્મીઓને પોતાના સ્વાચ્છય અંગે જરૃરી પગલા લેવા સાવચતી માટે માસ્ક પહેરાવામાં આવશે. જેને લઇને રાજયના ઉચ્ચ પોલીસ કર્મીએ જણાવ્યુ હતુ કે, પોલીસ કર્મચારીઓને જાહેર ફરજ અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સૂચના આપવાના નિર્ણય પર વિચારણા ચાલી રહી છે. જેથી ટૂંક સમયમાં પોલીસ કર્મીઓને માસ્ક પહેરવા માટેનો આદેશ પણ આપવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published.