///

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ હટાવીને મળ્યું આ નવું નામ

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થઈ ગયું છે, ત્યારે પોતાની જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં પણ સફળ રહ્યું. આ ફિલ્મમાં અક્ષય કુમારનું ટ્રાંસજેંડરનું પાત્ર ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડાંક દિવસ પહેલાં મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે. હવે રિલીઝથી ઠીક 10 દિવસ પહેલાં ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે.

રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઇ અને સ્ક્રીનિંગ બાદ મેકર્સે સીબીએફસીની સાથે ચર્ચા કરી. પોતાના દર્શકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતાં અને તેનું સન્માન કરતાં ફિલ્મના નિર્માતા-શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે પોતાની ફિલ્મનું ટાઇટલ બદલવાનો નિર્ણય કર્યો છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી અભિનીત હોરર-કોમેડી ફિલ્મનું ટાઇટલ હવે લક્ષ્મી બોમ્બ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યું છે.

ડિઝ્ની+ હોટસ્ટાર દ્વારા પ્રસ્તુત અ કેપ ઓફ ગૂડ ફિલ્મ્સ તુષાર એન્ટરટેઈનમેન્ટ હાઉસ અને શબીના એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત ‘લક્ષ્મી’ ડિઝ્ની+ હોટસ્ટાર વીઆઇપી પર આ દિવાળી 9 નવેમ્બર 2020ને પ્રીમિયર માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.