////

કોરોના વેક્સિનને લઈને વડાપ્રધાન મોદીએ આપ્યું આ નિવેદન…

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે વડાપ્રધાન મોદીએ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, વગેરે હાજર હતા.

મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કોરોનાની રસી ક્યારે આવશે તે આપણા હાથમાં નથી, એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિકોના હાથમાં છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે, કેટલાક લોકો રસી અંગે રાજકારણ પણ કરી રહ્યા છે, આપણે તેમને આવું કરવાથી રોકી પણ શકીએ નહીં.

જોકે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તો કોરોનાની વેક્સિન ડિસેમ્બરમાં આવી જશે તેમ કહ્યુ હતુ. જ્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં વેક્સિન આવશે તેવી આશા વ્યક્ત કરી છે. આમ વેક્સિન અંગે વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, વેક્સિન અંગે કશું ન કહી શકાય. તેની સામે ગુજરાતના આરોગ્ય પ્રધાન કહે છે કે વેક્સિન ડિસેમ્બરમાં આવી જશે. ત્યારે વડાપ્રધાન મોદીએ વેક્સિન અંગેના અગાઉના નિવેદનો પર ઠંડુ પાણી રેડી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.