///

PM મોદીએ લોકડાઉન દરમિયાન કરેલા આ ટ્વીટે બનાવ્યો રેકોર્ડ

દુનિયાભરમાં સોશિયમ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે છેલ્લા ઘણા વર્ષથી ખૂબ આગળ વધી રહ્યું છે. સાથે જ સોશિયમ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર રાજનેતાથી લઈને મોટા ઉદ્યોગપતિ કે પછી સામાન્ય માણસ તમામને સોશ્યલ મીડિયામાં હિટ થવું ગમે છે, ત્યારે PM મોદીની એક તસ્વીરે ટ્વિટરમાં એક રેકોર્ડ બનાવ્યો છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાકાળમાં PM મોદીએ સ્વાસ્થ્યકર્મીઓ માટે તમામને દીવડાં પ્રજ્વલિત કરવા આગ્રહ કર્યો હતો, ત્યારે આ દરમિયાન PM મોદીએ કરેલી ટ્વિટ ટ્વિટર પર ખૂબ છવાઈ ગઈ અને રાજકારણમાં સૌથી વધારે રિટ્વિટ થયેલી ટ્વિટ બની ગઈ છે.

આ ટ્વિટની સાથે સાથે PM મોદીએ એક તસવીર પણ શેર કરી હતી. આ અંગે ટ્વિટરે મંગળવારે તેની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, PM મોદીએ લોકોને રાત્રે નવ વાગ્યે નવ મિનીટ સુધી લાઈટ બંધ કરીને ટોર્ચ, ફ્લેશ લાઈટ અથવા દીવા પ્રજ્વલિત કરવા કહ્યું હતું.

તો બીજી બાજુ રતન ટાટાએ બિઝનેસ ક્ષેત્રમાં રેકોર્ડ બનાવ્યો છે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને સપોર્ટ આપવા માટે તેમણે જે ટ્વિટ કર્યું હતું તે ટ્વિટ બિઝનેસમાં સૌથી વધુ વખત રિટ્વિટ થયેલ ટ્વિટ બની ગયું છે. નોંધનીય છે કે રતન ટાટાએ કોરોના વાયરસ સામે લડવા માટે 500 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યું હતું.

મહત્વનું છે કે, આ વર્ષે ટ્વિટરમાં કોરોના વાયરસને છોડીને સુશાંત સિંહ રાજપૂત અને હાથરસ કાંડ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તો સાથે જ અભિનેતા વિજય દ્વારા લેવામાં આવેલી સેલ્ફી સૌથી વધુ રિટ્વિટ થયેલી ટ્વિટ છે.

Leave a Reply

Your email address will not be published.