////

સોનીયા ગાંધી આપી શકે છે રાજીનામું! આ દિગ્ગજ નેતાને મળી શકે છે UPA અધ્યક્ષની કમાન

દેશની રાજનીતિમાં ફેરફાર થવાના સંકેત મળી રહ્યાં છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આગામી સમયમાં સોનિયા ગાંધી UPA અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી શકે છે. સવાલ ઉઠે છે કે યૂપીએ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના સ્થાને ક્યાર કદ્દાવર નેતા હશે? આ મામલામાં સૌથી આગળ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ તથા મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારનું નામ સામે આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે યૂપીએ પ્રમુખના રૂપમાં આગળનો કાર્યકાળ જારી રાખવા તૈયાર નથી. હવે તે મુખ્યધારાની રાજનીતિમાં પણ વધુ સક્રિય નથી. તેવામાં સોનિયા ગાંધીના પદ છોડ્યા બાદ મહારાષ્ટ્રથી કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધન યૂપીએનું નેતૃત્વ કરી શકે છે.

શરદ પવાર એક અનુભવી રાજનેતા હોવા ઉપરાંત યૂપીએના સહયોગીઓ વચ્ચે ખુબ સન્માનિત પણ છે. તે પોતાના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં સારી પકડ ધરાવે છે. કોંગ્રેસ નેતાઓનો એક વર્ગ એ માને છે કે પવારને UPAના અધ્યક્ષ બનાવવા જોઈએ કારણ કે રાહુલ ગાંધી સ્પષ્ટ રૂપે ફરીથી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળવાનો ઇનકાર કરી ચુક્યા છે અને તે પોતાના માતાના સ્થાને UPA અધ્યક્ષ બનવા માટે પણ તૈયાર નથી.

કોંગ્રેસ નેતાઓના એક વર્ગને લાગે છે કે રાહુલ ગાંધીને UPAના મુખ્ય ચહેરાના રૂપમાં રજૂ કરી શકાય છે. પરંતુ શરદ પવાર UPAના અધ્યક્ષના રૂપમાં સારો વિકલ્પ છે. પવારની પાર્ટી NCP અને કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં સાથે સરકાર ચલાવી રહી છે.

હાલમાં જ્યારે વિપક્ષના નેતાઓને કિસાનોના આંદોલનને લઈને ભારતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી તો રાહુલ ગાંધીની હાજરી છતાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શરદ પવારે કર્યુ હતું. પવારને UPA પ્રમુખ બનાવવાની સંભાવના પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, NCP પ્રમુખમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, પવારને દેશના મુદ્દાનું જ્ઞાન છે અને લોકો પર તેમની પકડ છે.

મહત્વનું છે કે શરદ પવાર તે લોકોમાંથી છે જેમણે 1991મા સોનિયા ગાંધીના વિદેશી મૂળનો હવાલો આપતા રાજીનામુ આપી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published.