/

કોરોનાને લઇ અમદાવાદની શાળામાં આ કરાયું ફરમાન

કોરોના વાયરસના કહેરને કારણે લોકોમાં જાગૃતિ વધી છે. જેથી લોકો એલર્ટ બન્યા છે. જેમાં કોરોના વાયરસના કારણે સ્કુલના વિધાર્થીઓમાં કોરોના વાયરસ ના પ્રવેશે તે માટે અનોખો નિયમનું ફરમાન કર્યુ હતું. શાળાએ વિધાર્થીઓ અને વાલીઓમાં જાગૃતત આવે તે માટે નવતર પ્રયોગ કર્યો છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે નિકોલમાં આવેલી ગણેશ વિધાલય શાળામાં વિધાર્થીઓ માટે વાલીઓએ ભેગા મળીને માસ્કની વહેંચણી કરી છે.

સ્કુલ સંચાલકે કોરોનાના મહામારીને જોતા વિધાર્થીઓ માટે ચિંતા વ્યકત કરી હતી. તેમજ વિધાર્થીઓની સેફટી માટે તેમજ કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગણેશ વિધાલયના સંચાલકો તેમજ પ્રિનિસીપાલે વિધાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમનું ફરમાન કર્યુ હતું. જેથી આજે શાળાના તમામ વિધાર્થીઓને વાલીઓએ માસ્કની વહેંચણી કરી અનોખી પહેલ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published.