///

સૌથી મોટા ઉમિયામાંના મંદિરનનું નિર્માણ પહેલા ઉમિયા યાત્રા પરિભ્રમણ યોજાઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અમદાવાદનાં જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વનું સૌથી ઉંચું ૧૦૦૦ રૂપિયાના ખર્ચે મા ઉમિયાનું મંદીર બનાવશે. જેને આવતીકાલે શિલાન્યાસ મહોત્સવ યોજાવવાનો છે. શિલાન્યાસ મહોત્સવ ખૂહજ ધામ-ધૂમથી ૨ દિવસ ઉજવવામાં આવવાનો છે. જેની શરૂઆત આજથી જ ભકતોએ કરી દીધી છે. મા ઉમિયાના ભકતોએ ઉમિયા યાત્રા પરિભ્રમણનું આયોજન કર્યુ હતું. ભકતો દ્વારા આજે શહેરમાં યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા અમદાવાદનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી. જે શહેરનાં ૩૭ કિલોમીટર કરતા વધુ ફરી હતી. જેમાં ભાવિક ભકતોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. બાઇક રેલીમાં ૧૫ ટ્રેકટર, ૧૬ આઇસર, જોડાયા હતાં.

ઉમિયા યાત્રા પરિભ્રમણની શરૂઆત ઘાટલોડિયાના પાટીદાર ચોકથી કરવામાં આવી હતી. આ યાત્રા શહેરમાં ૩૭ કિલોમીટરથી વધુ ફરીને જાસપુર વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પહોંચશે. કાલથી મા ઉમિયા મંદિરનો શિલાયન્યાસની ૨ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટા ગજના રાજનૈતિક નેતાઓ, મહંતો, સાધુ-સંતો તેમજ મા ઉમિયાના ૨ લાખથી વધુ હરિ ભકતો જોડાવવાનાં છે. જેમાં સવારે ૮થી ૧૨ કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ તેમજ મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા થશે. સાથે સાથે ગણેશજી તેમજ બટુક ભૈરવની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ૨ વાગ્યે બહેનોની શોભાયાત્રા નીકળાવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published.