//

ગિરનાર રોપ-વેમાં એક જ મહિનામાં હજારો પ્રવાસીઓએ સફર કરી

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે લોકાર્પણ થયા બાદ ગઇકાલે બુધવારે 30 દિવસની સફર પૂર્ણ કરી છે. આ દિવસો દરમિયાન દેશના અંદાજિત 70 હજાર કરતાં વધુ પ્રવાસીઓએ રોપ-વેના સફરની મજા માણી હતી. જેના થકી રોપ- વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રૂપિયા ત્રણ કરોડ 75 લાખ કરતા વધુની આવક થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓએ એક મહિના બાદ આજે આ વિગતો જાહેર કરી છે.

ઉલ્લેખનિય છે કે એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેનું ગત્ત 25મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ત્યારે ગિરનાર રોપ-વેને વિધિવત રીતે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી અનેક લોકોએ રોપ-વેના સફરની મજા માણી છે. જેને લઇને કંપનીમાં પણ દર્શકોના પ્રતિભાવથી સંતુષ્ટ જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપ-વે ના નિર્માણ પાછળ અંદાજીત 117 કરોડ જેટલો ખર્ચ થયો છે. પ્રથમ મહિનામાં પ્રવાસીઓનો આટલો ઉત્સાહ રોપ-વેનું સંચાલન કરતી કંપનીને પણ પ્રેરણાબળ પૂરું પાડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.