/

વોશિંગ્ટનમાં ટ્રમ્પના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા

અમેરિકામાં ટ્રમ્પ હાર સ્વીકારવા માટે તૈયાર નથી જેના કારણે ગઈકાલે મોડી સાંજે ટ્રમ્પ સમર્થકોએ એકઠા થઇને માર્ચ કાઢી છે. મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થનમાં લોકો વોશિંગ્ટન ખાતે પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર રાત્રે ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને તેને એક અઠવાડિયાથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે ત્યારે ટ્રમ્પ આ પરિણામને માનવા તૈયાર નથી અને ચૂંટણીમાં દગાખોરીનો આરોપ લગાવી રહ્યા છે.

ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે પેંસિલવેનિયા, નેવાડા જેવી અનેક જગ્યાઓએ બબાલ થઈ છે. શનિવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પના સમર્થકો રસ્તા પર આવી આવ્યાં હતાં. તેમનો આરોપ છે કે ચૂટણીમાં મોટા પાયે દગાખોરી થઈ છે અને જનમતને આકર્ષી લેવાયો છે.

બ્લેક લાઈવ્સ મેટર અને અંટિફા નામના સંગઠન સાથે જોડાયેલા લોકો પણ વ્હાઈટ હાઉસમાં થોડા અંતરે જમા થયા હતાં. તેમની ટ્રમ્પના સમર્થકો સાથે મારપીટ પણ થઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી.

રસ્તા પર ઉતરી આવેલા સમર્થકોનું કહેવું છે કે તેઓ ત્યારે જ સંતોશ માનશે જ્યારે દરેક રાજ્યોમાં મતપત્રોની ફરીથી ગણતરી કરાય. તેમનું કહેવું છે કે અનેક જગ્યાઓએ મૃત લોકોના નામથી પણ વોટિંગ થયું છે. સ્થિતિને જોતાં વોશિંગ્ટન ડીસીમાં મોટા પાયે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. વ્હાઈટ હાઉસની સુરક્ષાનો બંદોબસ્ત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.