/

મોજશોખ માટે વાહન ચોરી કરતા ત્રણ ટેણીયા ધોરાજીમાંથી ઝડપાયા

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં દસ મોટરસાઈકલ ચોરાયેલા  સાથે મોટરસાઈકલ ચોરી કરતાં ત્રણ આરોપીઓને પકડી પાડતી ધોરાજી પોલીસ :
ધોરાજી પંથકમાં ઘણા સમયથી નાનાં મોટાં વાહનો ચોરી જવાની ફરિયાદો આવતી જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી લગભગ એકટીવાઓ વધું ચોરાઈ જતાંએ પણ નવાં અથવા તો સારી કન્ડીશનમાં હોય એવાં એકટીવા ચોરી થતાં અને અન્ય હીરોહોન્ડા તથા એકસેસ આમ ધોરાજીમાંથી ચોરોનો તરખાટ  ધોરાજીની આમ જનતા માટે માથાંનાં દુખાવો સમાન બની ગયો હતો ધોરાજી પોલીસ મથકે વાહનધારોકોની પોતાના મોટરસાઈકલની ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી જેનાં આધારે ધોરાજી પોલીસ ને મોટી સફળતા મળી હતી અને ધોરાજીનાં વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમ્યાન બે બાઈક નંબર પ્લેટ વગરનાં એકટીવા સાથે બસ સ્ટેન્ડ તરફથી આવી રહેલાં તેઓ ની આકરી પુછપરછ કરતાં આ ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી હતી

પોલીસને જેમાં દસ મોટરસાઈકલની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી અને કુલ દસ મોટરસાઈકલ જેમાં આઠ એકટીવા અને એક સ્પેલન્ડર પ્લસ તથા એક્સેસ સાથે આરોપીઓ ધોરાજીનાં જ જીતેન્દ્ર દવે , સુનીલ સોલંકી , અક્રમ પઠાણ આમ ત્રણ આરોપી ધોરાજી પોલીસે પકડી પાડ્યા હતાં અને આ આરોપી પોતાના મોજશોખ માટે આડા રવાડે ચડી ગયાં હતાં અને આ ત્રણેય આરોપીઓ ની ઉમર 19 થી 23 વર્ષનાં યુવકો હોય તેવું જાણવા મળ્યું હતું આમ ધોરાજીમાંથી દસ મોટરસાઈકલની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી અને ધોરાજીની આમ જનતાએ રાહત અનુભવી હતી પોલીસે ત્રણેય આરોપીની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે અને અન્ય જિલ્લામાંથી કોઈ વાહનોની ચોરી કરી છે કે કેમ તે બાબતની તપાસ શરૂ કરી છે 

Leave a Reply

Your email address will not be published.