///

વડોદરાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

વડોદરામાં આવેલા કરજણના કોલીયાદ ગામના તળાવમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગામના ત્રણ બાળકો ગુમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે જ બાળકોના મૃતદેહ તળાવમાંથી મળતા લોકોમાં ચકચાર જોવા મળી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાના કરજણના કોલીયાદ ગામના ત્રણ બાળકો ગુમ થઈ જતા તેમની શોધખોશ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન આ ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યાં ત્યારે ગામના ટોળેટોળા ભેગા થયેલા જોવા મળ્યાં. જોકે તળાવમાંથી મળેલા આ ત્રણેય બાળકો એક જ પરિવારના છે. ત્યારે પરિવાર સહિત પૂરા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

કરજણ તાલુકાના કોલિયાદ ગામના તળાવમાં ડૂબેલાં બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. આ પરિવાર ગાયો લઈને ગામેગામ ફરતો હતો અને તેણે કોલિયાદ ગામમાં ત્રણેય બાળકોને ગુમાવ્યા હતા. એકસાથે ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ત્રણેય બાળકોના મૃત્યુથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published.