///

Good News : રાજકોટમાં કોરોનાના ત્રણ દર્દીઓ થયા સાજા

રાજકોટ સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટમાંથી બીજા સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં જે માતા પુત્રનો પોઝિટિવ કોરોના વાયરસ ના જે કેસ નોંધાય હતા. તે બને માતા પુત્ર સાજા થતા તેમને ઘરે મોકલવામાં આવ્યો છે. ત્યારે રજા આપતા સમયે માતા અને પુત્રની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

શહેરના પોશ એરિયા ગણાતા સમાન એવા જાગનાથ પ્લોટમાં કોરોના વાયરસ ના પોઝિટિવ બે કેસ સામે આવ્યા હતા. એક જ ઘરમાં રહેતા માતા અને પુત્ર ના પોઝિટિવ કેસ માર્ચ મહિનામાં સામે આવ્યા હતા. ત્યારે સતત બે દિવસથી આ માતા-પુત્રના કોરોનાવાયરસના ટેસ્ટ કરવામાં આવતા હતા ત્યારે છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ બન્ને ટેસ્ટ ના પરિણામ નેગેટીવ આવતા આજરોજ માતા-પુત્રને રજા આપવામાં આવી છે. રજા અપાતા ની સાથે જ ડોકટરો દ્વારા બન્ને દર્દીઓ વિમળા બેન કાનાબાર અને કૌશલ કાનાબારને વધવામાં આવ્યા હતા. તાળીઓ વગાળી ડોકટર દ્વારા બન્ને માતા પુત્રને રજા આપવામાં આવી હતી. આ સમયે વૃદ્ધા વિમળા બેન કાનાબાર ભાવવિભોર બન્યા. ડોકટરોની સેવા જોઈ 75 વર્ષીય વિમળા બેન ભાવુક બન્યા હતા.

તારીખ ૧૮મી માર્ચ 2020 ના રોજ જંગલેશ્વર વિસ્તારના ૧૭ જેટલા લોકોને મહાનગર પાલિકાની ટીમ દ્વારા જંગલેશ્વર વિસ્તાર માંથી ખસેડી ૧૨ જેટલા લોકોને પથિકા શ્રમમાં રાખવામાં આવ્યા હતા જ્યારે કે ચાર જેટલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે કે એક વ્યક્તિને કોરોના વાઈરસના દર્દીઓ માટે બનાવવામાં આવેલ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તારીખ ૧૯ ની માર્ચ ૨૦૨૦ ના રોજ નાદીમ નામના વ્યક્તિ નો કોરોના વાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાદીમ મક્કા મદીના થી પરત ફર્યો હતો. હાલ રાજકોટ માં નોંધાયેલ ત્રણ પોઝિટિવ કોરોના વાયરસ ના દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. પરંતુ હજુ પણ રાજકોટમાં ૭ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published.