////

બનાસકાંઠામાં ત્રણ દિવસની વરસાદની આગાહી, ખેત પેદાશોની કાળજી રાખવા આદેશ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીના પગલે ખેતીનો પાક તેમ જ અનાજને કોઈ જ નુકસાન ન થાય માટે ખેત પેદાશો, શાકભાજી, કઠોળ સહિત બાગાયતી ખેત પેદાશોને પણ યોગ્ય જગ્યાએ ખસેડીને તેમાં કોઈ નુક્સાની ન થાય તે માટે તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી, પૂરવઠા, બાગાયતી, સહકારી મંડળીઓના તમામ અધિકારીઓને એક પરિપત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.

કલેકટરની સૂચનાથી જિલ્લા આપતિ વ્યવસ્થાપન તંત્રે નિવાસી અધિક કલેકટરની સહીથી આ પરિપત્ર જિલ્લાના તમામ સંલગ્ન અધિકારીઓને કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં દરેક વરસાદની આગાહી વખતે આ પ્રકારના પરિપત્ર કરાઇ છે. અધિકારીઓને તમામ પ્રકારની સૂચનાઓ પણ અપાય છે છતા વરસાદ કે અન્ય કોઈ આપત્તિ વખતે અધિકારીઓ દ્વારા વાસ્તવિક ધરાતલ પર કોઈ જ આયોજન કરાતું નથી, જેના ફળસ્વરૂપ પરિણામ શૂન્ય જ રહે છે. જેના થકી આવા આદેશો માત્ર નામ માત્રના જ હોય તેવો આભાસ હવે બનાસકાંઠા જિલ્લાની પ્રજાને થવા લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.